કોરોના: દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની Plasma therapy થી કરાશે સારવાર

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને ફેફસામાં ઈન્ફેક્શન વધી જતા આજે ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતા પરંતુ હવે તેમને મેક્સ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે જ્યાં તેમની પ્લાઝમા થેરાપી દ્વારા સારવાર કરવામાં આવશે.

 કોરોના: દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની Plasma therapy થી કરાશે સારવાર

નવી દિલ્હી: દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી (Delhi Health Minister)  સત્યેન્દ્ર જૈન (Satyender Jain)ને  ફેફસામાં ઈન્ફેક્શન વધી જતા આજે ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતા ,પરંતુ હવે તેમને મેક્સ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે જ્યાં તેમની પ્લાઝમા થેરાપી દ્વારા સારવાર કરવામાં આવશે. બુધવારે સત્યેન્દ્ર જૈનનો કોરોના વાયરસ (Corona Virus) નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદથી તેમની સારવાર દિલ્હીની એક હોસ્પિટલમાં ચાલુ હતી. આ બધા વચ્ચે આજે તેમને ઓક્સિજન સપોર્ટ પર ખસેડાયા હતાં.

લેટેસ્ટ માહિતી મુજબ હવે તેમને દિલ્હીના સાકેતની મેક્સ હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્યાં તેમની પ્લાઝમા થેરેપી ( Plasma therapy )દ્વારા સારવાર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સત્યેન્દ્ર જૈનના જલદી સ્વસ્થ થવાની કામના કરી છે. 

— ANI (@ANI) June 19, 2020

ઓક્સિજન સપોર્ટ પર ખસેડાયા હતાં દિલ્હીના સ્વાસથ્ય મંત્રીને
આ અગાઉ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન કોવિડ 19ની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતાં અને ગુરુવારે તેમની હાલતમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. પરંતુ તેમનો તાવ ઓછો થયો નહીં. અધિકારીઓએ જણાવ્યું કે 55 વર્ષના સત્યેન્દ્ર જૈનને જરૂરિયાત મુજબ ઓક્સિજન સપોર્ટ આપવામાં આવી રહ્યો હતો. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો કોરોના ટેસ્ટ બુધવારે પોઝિટિવ આવ્યો હતો. 

જુઓ LIVE TV

આ અગાઉ સત્યેન્દ્ર જૈનને ખુબ તાવ અને ઓક્સિજન લેવલ ઓછું થઈ જતા રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મંગળવાર સવારે દાખલ કરાયા હતાં. કોરોના વાયરસના લક્ષણો જોવા મળતા સત્યેન્દ્ર જૈનનો મંગળવારે પણ ટેસ્ટ થયો હતો પણ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે બુધવારે ફરીથી ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news